Posts

Showing posts from May, 2024

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
 Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Image
    Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજ...

Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા.

Image
 Tapi District: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના અધિકારીઓ - કર્મચારીઓએ એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. આજ રોજ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં. @revenuegujarat @InfoGujarat @infotapiadi #antiterrorismday pic.twitter.com/4MV3oJngn5 — Collector & DM-Tapi (@CollectorTapi) May 21, 2024 તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓએ 21મી મે, એન્ટી ટેરેરિઝમ દિવસ નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે નિડરતાપૂર્વક લડવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવા તથા આતંકવાદ સામે એકતાનો સંદેશ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની સામે પડકાર એવા આતંકવાદી પ્રવૃત્તિઓનો દુનિયાભરમાં હજારો લોકો ભોગ બને છે, ત્યારે તાપી જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના યુવાનોને આતંકવાદ અને હિંસાના માર્ગથી દૂર રાખવા, રાષ્ટ્રીય એકતા, અખંડિતાત...

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

Image
 Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ...

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

Image
  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ ...

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Image
                                                         આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે ...

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

Image
        આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

Image
                                                                Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનં...

અમદાવાદના શિક્ષિકા jenet christainને ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન - 2024 એવોર્ડથી સન્માનિત.

Image
                     અમદાવાદના શિક્ષિકા jenet christainને ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન - 2024 એવોર્ડથી સન્માનિત. 12 May 2024 Mother's Day ના વિશેષ દિવસે આજ રોજ કલોલ ગાંધીનગરમાં "જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન" દ્વારા "ગુજરાત ગૌરવ સન્માન 2024"નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી શિક્ષક ભાઈ બહેનોને તેઓના ક્ષેત્રમાં કરેલ કામગીરીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આદરણીય મદદનીશ સચિવ શ્રી પુલકિત ભાઈ જોષી (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ) દ્વારા ટ્રોફી અને શ્રી તખુભાઈ સાંડસુંર સાહેબશ્રીના વરદ હસ્તે સન્માનપત્ર આપીને શિક્ષિકા jenet Christianનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું તે બદલ જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન ના તમામ સભ્યોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ

Image
      Khergam taluka (ssc result): બહેજ નવજીવન શાળાનું ધો.૧૦નું ૯૧ અને ખેરગામની જનતા સ્કૂલનું ૬૫ ટકા પરિણામ : સંદેશ ન્યૂઝ શનિવારે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયું હતું. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નવજીવન માધ્યમિક શાળા બહેજનું એસ.એસ.સી.નું પરિણામ ૯૧.૬૭ ટકા આવ્યું હતું જેમાં એ વન ગ્રેડમાં એક, એ ટુ ગ્રેડમાં એક, અને b૧ ગ્રેડમાં એક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળામાં પ્રથમ ક્રમે ચૌહાણ પ્રદીપભાઈ ગુલાબભાઈ ૬૫ ટકા, દ્વિતીય ક્રમે નેવલ જતીન જાન્યાભાઈ ૬૪.૮% અને તૃતીય ક્રમે કાકડ વિનોદભાઈ મુકેશભાઈ ૬૪.૭ ટકા પ્રાપ્ત કરતા શાળાના આચાર્ય રજનીકાંત પટેલ, મંડળના પ્રમુખ સહિતના એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જનતા માધ્યમિક શાળા ખેરગામનું પરિણામ ૬૫.૯૦% આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિની આહીર ધ્રુવી ડાહ્યાભાઈ ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Image
                                                                                                         NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ...

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

Image
  Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSa...

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                                 Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્ર...

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

Image
         Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

વિવિધતામાં એકતા: દેશના દરેક ખૂણેથી ચૂંટણી રાજદૂતો લોકશાહી ભાવનાને જાળવી રાખવા માટે એકઠા થાય છે.

વિવિધતામાં એકતા: દેશના દરેક ખૂણેથી ચૂંટણી રાજદૂતો લોકશાહી ભાવનાને જાળવી રાખવા માટે એકઠા થાય છે. United in diversity: Election Ambassadors from every corner of the country come together to uphold the democratic spirit ✨ You too can be our #ElectionAmbassador #MainBhiElectionAmbassador #ChunavKaParv #DeshKaGarv #GeneralElections2024 pic.twitter.com/vtSJ03Evft — Election Commission of India (@ECISVEEP) May 1, 2024 United in diversity: Election Ambassadors from every corner of the country come together to uphold the democratic spirit ✨ You too can be our #ElectionAmbassador #MainBhiElectionAmbassador #ChunavKaParv #DeshKaGarv #GeneralElections2024 pic.twitter.com/vtSJ03Evft — Election Commission of India (@ECISVEEP) May 1, 2024

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ ૭મે એ મતદાન અચૂક કરીએ. @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP @CEOGujarat pic.twitter.com/RXH71uB10N — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લામાં મતદાન કર્મચારીઓની બીજી તાલીમ હાથ ધરવામાં આવી. Second Training of Polling Staff was conducted in Valsad district @CEOGujarat @ECISVEEP @DDO_VALSAD @collectorvalsad pic.twitter.com/qOiy5P2Qqq — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મતદાનના દિવસે મતદાન કરવાના સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. Voting Awareness in industrial units in Valsad district is on-going with a message to vote on poll day i.e. 07/05/2024 between 7am to 6 pm @collectorvalsad @ECISVEEP @CEOGujarat @DDO_VALSAD pic.twitter.com/46J2Q7OH5o — District Election Office...