Positive Social media news: સોશિયપ મીડિયા થકી સમાજસેવાનું ઉત્તમ સમન્વય ગુજરાત મુસ્લિમ સમાજ ગ્રુપ.
Positive Social media news: સોશિયપ મીડિયા થકી સમાજસેવાનું ઉત્તમ સમન્વય ગુજરાત મુસ્લિમ સમાજ ગ્રુપ.
ધર્મ કે સંપ્રદાય ના પ્રચાર માટે,પોતાની કોઈ કલા કે વસ્તુના પ્રચાર પ્રસાર જેવા અનેક કાર્યો માટે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવે છે.આ ગ્રુપ નો મૂળ ઉદેશ્ય સરખી વિચારધારા અને સમાન રસ ધરાવતા વ્યક્તિઓ સુધી ઉક્ત કોઈ પણ વિષય સરળતાથી પહોંચી શકે છે. સોશિયલ મીડિયામાં કાર્યરત લાખ્ખોની સંખ્યામાં આવા ગ્રુપ માં અલગ અલગ વિચારધારા અને ધર્મ સંપ્રદાય માં માનનારા લોકો પણ હોય છે.મોટાભાગના સોશિયલ મીડિયા ગ્રુપમાં ધર્મ સંબંધિત તેમજ હસી મજાક તેમજ ઈતિહાસ અને ઈતિહાસ ના નામે ગપગોળા મોટા ભાગે ચાલતા હોય છે ત્યારે એજ સોશિયલ મીડિયા નો સાચો ઉપયોગ કરી ખજૂરભાઈ કે પોપટભાઈ જેવા ઘણા લોકો સમાજસેવા નું પણ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે.આજે આપણે એક એવા જ સોશિયલ મીડિયા ના ગ્રૂપ ની વાત કરવી છે જે ગ્રુપ દ્વારા અસંગઠિત તેમજ જાગૃકતાની દ્રષ્ટિએ પાછળ એવા મુસ્લિમ સમાજની અંદર કાંતિ લાવવાનું કામ કર્યું છે.મુસ્લિમ સમાજ ની અંદર [ આવું એક સોશિયલ મીડિયા ગ્રુપ હોવું અને એ પણ નિર્વિવાદ અને કોઈપણ આરોપ વગર અડીખમ ટકી રહેવુ એ ખરેખર કાબિલે તારીફ છે. સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના કામ કરતા પણા ગ્રૂપ હશે પણ મુસ્લિમ સમાજનું હાલ કદાચ સાધિક લોકપ્રિય ગ્રુપનું નામ છે ગુજરાત મુસ્લિમ સમાજ ફેસબુક
ગુજરાત મુસ્લિમ સમાજ ફેસબુક ગૃપ હાલ ફેસબુક અને બોટ્સએપ દ્વારા સમાજના લોકોને એક કરી સમાજ માં રહેલી બદીઓ, સારા કાર્યો, ધંધા ની જાહેરાત તેમજ શિક્ષા અને આરોગ્ય ને લગતા પ્રશ્નો ઉકેલવામાં હાલ ખુબજ અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે.હાલ ગુજરાત મુસ્લિમ સમાજ ગ્રુપમાં મુસ્લિમ સમાજ ના આશરે ૨ લાખ ૨૦ હજાર સભ્યો ફેસબુક ના માધ્યમ થી તેમજ હજજારોની સંખ્યામાં વ્હોટ્સએપના માધ્યમ થી જોડાયેલા છે.સામાન્ય રીતે આવા ગ્રુપ અનેક હશે પરંતુ અહીં આ ગ્રુપ ની ચર્ચા ખાસ તો એટલા માટે છે કે મુસ્લિમ સમાજ મા ફિરકા પરસ્તી તેમજ શિક્ષણના અભાવે આ પ્રકાર ના ગ્રુપ બનાવવા અને ચલાવવા એ ખૂબ જ મુશકેલ હોય છે.ઉપરાંત આર્થિક લેવડ દેવડ થતી હોય ત્યાં આરોપ પણ જલ્દી લાગવાને કારણે સામાન્ય માણસ જલ્દી આ પ્રકારનું સાહસ ન કરવાને કારણે જ હાલ આ ગ્રુપ અલગ તરી આવે છે.
ફેસબુક તેમજ વ્હોટસએપ જેવા પ્રચલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ગુજરાત મુસ્લિમ સમાજ હાલ ખુબજ ટ્રેન કરી રહ્યું છે.આ મુસ્લિમ સમાજના લેખકો, ડોક્ટરો, એન્જીનિયરો, વેપારીઓ,સમાજસેવકો તેમજ સમાજમાં વિવિધ ક્ષેત્રે સેવાઓ બજાવતા લોકો ની સાથો સાથે શ્રમિક તેમજ કર્મચારીઓ સહિતના દરેક વર્ગ ના લોકો શામેલ છે. આ ગ્રુપમાં શામેલ થવા માટે ની પૂર્વશરત જ એટલી છે કે ગ્રુપ માં કોમવાદ કે મુસ્લિમ સમાજની અંદરોઅંદર ના જાતિવાદ (ફિરકા પરસ્તી),ફેક ન્યુઝ કે રાજકીય પક્ષોની પોસ્ટ ને કોઈપણ સંજોગોમાં ઐપુવ કરવામાં આવતી નથી.આ માટે તેમણે પોતાની રીતે ગ્રુપના અન્ય અગ્રણીઓની એક એડમીન પેનલ સુદ્ધા બનાવી છે જેઓ ગ્રુપમાં આવતી દરેક પોસ્ટ ને પહેલા ખરાઈ કરે અને ત્યારબાદ જ એપૂવ મળે અને તેજ કારણ છે કે હાલ ગ્રુપને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
વાત કરીએ ગ્રુપની સ્થાપના ની તો રાજ- કોટના અંજુમભાઈ સૌરા ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ માં ગુજરાત મુસ્લિમ સમાજ કેસબુક સુપની સ્થાપના કરી હતી.શરૂઆતમાં અમુક જ સભ્યો હોય તેઓ એક જ એડમીન હતા બાદ સભ્યો અને જવાબદારી વધતા એમણે એડમીન ટીમનો વિસ્તાર કર્યો હતો.જેમાં ગ્રુપ એડમીન તરીકે જામનગરના સામાજિક કાર્યકતાં ઈશાકભાઈ સફિયા સહિત ગુજરાત ભર માંથી આશરે ૧૫ થી વધુ સભ્યોને ગ્રુપ એડમીન તરીકે જવાબદારી સોંપેલ છે જેઓ ગ્રુપની તમામ જવાબદારી સામુહિક રીતે ઉઠાવી રહ્યા છે. વાત કરીએ સુપના માધ્યમ થી સેવા ની સરવાણી ની તો ગ્રુપમા મુસ્લિમ સમાજના કોઈપણ જરૂરિયાત મંદ પરિવાર કે વિદ્યાર્થીઓ ને આર્થિક અથવા અન્ય કોઈપણ પ્રકારની મદદ ની જરૂર હોય તો તેઓ ગ્રુપના એડમીન પેનલ સમક્ષ તેમની રજુઆત મોકલે છે.બાદ ગ્રુપના એડમીન પેનલના સભ્યો આ જરૂરિયાત ની અપીલને તમામ પ્રકારે ખરાઈ કરે છે.જો મદદ માંગનારા પરિવાર ની અપીલ વ્યાજબી અને સાચી હશે તો એડમીન ટિમ તેમની જોઈતી મદદ ની માહિતી ગ્રુપ માં પોસ્ટ કરે છે.વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર કાર્યરત ગુજરાત મુસ્લિમ સમાજના ગ્રુપ સાથે જોડાવેલા આશરે ૨ લાખ ૨૦ હજાર કરતા વધુ સભ્યો સુધી આ પોસ્ટ પહોંચે છે અને જે લોકો સમાજમાં સારું કાર્ય કરવા હંમેશા તૈયાર હોય તેવા લોકો થથાયોગ્ય મદદ કરી જરૂરિયાત મંદ પરિવારની આર્થિક મદદ કરી આપે છે.ઉદા. તરીકે કોઈ દીકરી-દીકરાને સ્કૂલ ફી માટે ૧ લાખ રૂપિયાની જરૂર છે તો ગ્રુપના દરેક સભ્યો ફક્ત २-२ રૂપિયા પણ આપે તો આ વિદ્યાર્થીઓને ભણવામાં મદદ મળી રહે છે. ધર્મ ના નામે તેમજ અન્ય અનૈતિક માટે જ્યાં લોકો પુષ્કળ ખર્ચ કરે છે ત્યારે સમાજ સેવાની ઉચ્ચતમ ભાવના સાથે બનાવવામાં આવેલ આ ગ્રુપ અન્ય સમાજ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.
પારદર્શીતા ની વાત કરીએ તો કોઈપણ હેલ્પની અપીલ આવે તો તેઓ ક્રોસ વેરીફીકેશન કરાવી યોગ્ય પાત્ર જણાય તો ડાયરેક્ટ એનાજ બેંક એકાઉન્ટમા ફંડની રકમ જમા થાય એ રીતનુ કાર્ય કરેછે.આજ સુધીમાં કયારે પણ ગ્રુપ એડમીન અથવા તો અન્ય કોઈપણ અન્ય વ્યક્તિના બેન્ક એકાઈન્ટ કે સ્કેનર મોકલવામાં આવતા જ નથી જેના કારણે આજ સુધી ફોડ થયો હોય તેવો એક પણ આરોપ અન્ય તો ઠીક પણ 1 અજુમ ભાઈ અથવા તો તેમની એડમીન પેનલમાં સભ્યોના દુષમનો સુદ્ધા એ લગાવેલ નથી..છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન અઢણક એજ્યુકેશન તેમજ મેડીકલ હેલ્પ તેઓ આજ પ્રકારે કરી ચુક્યા છે.મુસ્લિમ સમાજમા જાગરૂકતા આવે એ આશય થી સમયે સમયે જેતે ફીલ્ડમાં નિષ્ણાત મહાનુભાવો નુ લાઈવ પ્રોગ્રામ પણ ગોઠવે છે.તેમજ સમાજ ઉપયોગી તેમજ જાગ્રુકતા આવે એવા લેખો ગ્રુપ મેમ્બરો સુધી પહોંચી રહે એ માટે પણ હંમેશા પ્રયત્નશીલ રહે છે, ભવિષ્યમા ગુજરાત મુસ્લિમ સમાજ ફેસબુકના નેજા હેઠણ એક ટ્રસ્ટની સ્થાનના કરી વધુમા વધુ મુસ્લિમ સમાજના હિતમા કાર્યો કરવાની ઈચ્છા ધરાવે છે.
પોતાની રૂઢિચુસ્ત ધાર્મિક માન્યતાઓ ને ફગાવી મુસ્લિમ સમાજના આધુનિક ટેકનોલોજી નો વપરાશ કરતા યુવાનોમાં આવી રહેલું આ પરિવર્તન એ ફક્ત મુસ્લિમ સમાજ માટે જ નહીં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી સમાજ સેવા કરવા માટે અન્ય દરેક સમાજને પ્રેરણારૂપ પ્રયત્ન છે.સોશિયલ મીડિયા પર પૂરો દિવસ રિલ્સ અને અશ્લીલતા માં મગ્ન રહેતી આજની પેઢી જો આવા જ કોઈ નવા અને અસરકારક વિચારો લાવશે તો બેશક સમાજ અને ખાસ તો દેશના એ દરેક જરૂરિયાત મંદ બાળકોના ભવિષ્યને બાળકોના ભવિષ્યને ઉજજવળ જરૂર થી બનાવી શકીશું.
લેખ : મૂર્તઝા યુસુફ
Comments
Post a Comment