Posts

Showing posts from April, 2024

Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

Image
 Gandhinagar: મતદાન સ્ટાફ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ : શ્રીમતી પી. ભારતી મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરા

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Image
Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.   જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/MYSJJNnH25 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Image
          Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

gandevi news :બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નીલ નયન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવ્યા.

Image
gandevi news :બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નીલ નયન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવ્યા. આગામી લો.સા.ચૂં. અંતર્ગત મતદારોની જાગૃતિ માટે બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નીલ નયન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવ્યા. #LokSabhaElection2024 #VotingRights #VotingAwareness @ECISVEEP @CEOGujarat pic.twitter.com/59O8CkrP0l — Collector & DM Navsari (@CollectorNav) April 23, 2024

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

Image
                                       Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

Image
                                                            Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

Positive Social media news: સોશિયપ મીડિયા થકી સમાજસેવાનું ઉત્તમ સમન્વય ગુજરાત મુસ્લિમ સમાજ ગ્રુપ.

 Positive Social media news: સોશિયપ મીડિયા થકી સમાજસેવાનું ઉત્તમ સમન્વય ગુજરાત મુસ્લિમ સમાજ ગ્રુપ. ધર્મ કે સંપ્રદાય ના પ્રચાર માટે,પોતાની કોઈ કલા કે વસ્તુના પ્રચાર પ્રસાર જેવા અનેક કાર્યો માટે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવે છે.આ ગ્રુપ નો મૂળ ઉદેશ્ય સરખી વિચારધારા અને સમાન રસ ધરાવતા વ્યક્તિઓ સુધી ઉક્ત કોઈ પણ વિષય સરળતાથી પહોંચી શકે છે. સોશિયલ મીડિયામાં કાર્યરત લાખ્ખોની સંખ્યામાં આવા ગ્રુપ માં અલગ અલગ વિચારધારા અને ધર્મ સંપ્રદાય માં માનનારા લોકો પણ હોય છે.મોટાભાગના સોશિયલ મીડિયા ગ્રુપમાં ધર્મ સંબંધિત તેમજ હસી મજાક તેમજ ઈતિહાસ અને ઈતિહાસ ના નામે ગપગોળા મોટા ભાગે ચાલતા હોય છે ત્યારે એજ સોશિયલ મીડિયા નો સાચો ઉપયોગ કરી ખજૂરભાઈ કે પોપટભાઈ જેવા ઘણા લોકો સમાજસેવા નું પણ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે.આજે આપણે એક એવા જ સોશિયલ મીડિયા ના ગ્રૂપ ની વાત કરવી છે જે ગ્રુપ દ્વારા અસંગઠિત તેમજ જાગૃકતાની દ્રષ્ટિએ પાછળ એવા મુસ્લિમ સમાજની અંદર કાંતિ લાવવાનું કામ કર્યું છે.મુસ્લિમ સમાજ ની અંદર [ આવું એક સોશિયલ મીડિયા ગ્રુપ હોવું અને એ પણ નિર્વિવાદ અને કોઈપણ આરોપ વગર અડીખમ ટકી રહેવુ એ ખરેખર કાબિલે તારીફ છે. સોશિયલ

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                                                                     Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટ

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

Image
                                       Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

Image
                              Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયું હોય તથા એવા મતદાન મથક જ્યા પુરુ

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                           Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

Image
                                                   Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્

Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
                                   Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગત લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જે મતદાન મથકો પર ૫૦ ટકા કરતા ઓછુ મતદાન થયુ હોય એવા મતદાન મથકો પર ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને SVEEP નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ ગુરૂવારે વલસાડના વાઘદરડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.  ૫૦% કરતા ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો ફલધરા- ૪ અને વેલવાચ-૧ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય  એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ગુરૂવારે વાઘદરડા પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જુનભાઈ પટેલ, બી.આર.સી. કૉ. તથા તાલુકા SVEEP નોડલ અધિકારી  મિતેશભાઈ પટેલ અને જિલ્લા એમ.આઈ.એસ. અંકુરભાઈએ ઉપસ્થિત રહી ફલધરા અને વેલવાચ ગામમાંથી ઉપસ્થિત રહેલા ૧૪૦ જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલોને વધુમાં વધુ મતદાન કરાવવા માટે ગામના મતદારો તા. ૭ મી મે ના રોજ મતદાન મથકે જાય એ અંગે જાગ

Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

Image
            Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરનાં સહયોગથી ચિ.હેતાંશ ભાવેશ વાઢુંનાં પહેલાં જન્મદિન નિમિતે સોમવારે પહેલી એપ્રિલનાં રોજ રક્તદાન શિબિર અને મફ્ત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. રક્તદાન શિબિરમાં તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચ સુનીલભાઈ દભાડીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડીકલ ઓફીસર ડૉ.પૂજા પટેલે રક્તદાન કરીને શિબિરની શરૂઆત કરી હતી. રક્તદાન શિબિરમાં ૧૭ દાતાઓએ રક્તદાન કર્યું હતું. મફ્ત સર્વ રોગ નિદાન સારવાર શિબિરમાં ૧૩૯ દર્દીઓએ આંખની તપાસ અને તે પૈકી ૧૧૨ વ્યક્તિઓને મફ્ત ચશ્મા વિતરણનો લાભ લીધો હતો.૧૩૭ જનરલ ચેકઅપ નિદાન અને દવા વિતરણ, ૩૬ દર્દીઓને દાંતની સારવાર અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટાભાગની વ્યક્તિઓએ આંખ,ની તપાસ અને જનરલ ચેક અપ નો લાભ લીધો હતો.આ પ્રસંગે ગામ અને સમાજના અગેવાનોએ હાજર રહી સેવાને બિરદાવી હતી.

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

Image
              Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદારોને જાગૃત કરવા માટે આજરોજ તારીખ  ૦૧-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદારોની જાગૃત્તિ માટે વિધાર્થીઓ દ્વારા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવ્યા. શ્રીમતી ડી. એલ. કોન્ટ્રાકટર વિદ્યાલય બલવાડામાં સાયકલ રેલી દ્વારા મતદાર જાગૃતિ, શ્રેયસ હાઈસ્કૂલ, સાદકપોર ખાતે ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ, માતૃશ્રી એમ. યુ. પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા પેઠાણ કોથમડી શાળામાં ચૂંટણીનો લોગોની આકૃતિ જેવા મતદાર જાગૃતિ  અંગેનાં કાર્યક્રમ  યોજાયા હતા.

Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

Image
                 Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ. નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા ' VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે શેઠ એચ.સી.પારેખ નવસારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી જનજાગૃતિ થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.